મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 11 માર્ચ ને મંગળવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, તુવેર, જુવાર, સોયાબીન, ધાણા, ચણા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1352 ક્વિન્ટલ એટલે કે 6760 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3780 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 260 ક્વિન્ટલ એટલે કે 1300 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1466 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 546, તલના 2000, જીણી મગફળીના પ્રતિમણ 1024, તુવેરના 1383, જુવારના, 655, સોયાબીનના 714, ધાણાના 1436, ચણાના 1038, કાળા તલના 4930, રાયના 1180 અને રાયડાના 1035 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 560 રૂપિયા, રીંગણાના 320 રૂપિયા, કારેલાના 750 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.