મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 20 માર્ચ ને ગુરુવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, ધાણા, મેથી, તુવેર, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1165 ક્વિન્ટલ એટલે કે 5825 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3950 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 291 ક્વિન્ટલ એટલે કે 1455 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1463 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1746 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 577, તલના 1840, મગફળી (જીણી)ના 1036, ધાણાના 1450, મેથીના 968, તુવેરના 1400, ચણાના 1054, એરંડાના 1220, કાળા તલના 5005, રાયના 1091 અને રાયડાના 1045 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 160 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 2200 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.