લીલા મરચા, કારેલા, ગુવાર, ટામેટાના ભાવમાં ઘટાડો, કાકડીના ભાવ વધ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 19 માર્ચ ને બુધવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, ધાણા, મેથી, તુવેર, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1392 ક્વિન્ટલ એટલે કે 6960 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4016 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 285 ક્વિન્ટલ એટલે કે 1425 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1461 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 2133 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 560, તલના 1800, મગફળી (જીણી)ના 990, ધાણાના 1174, મેથીના 1132, તુવેરના 1401, ચણાના 1050, એરંડાના 1210, કાળા તલના 5400, રાયના 1140 અને રાયડાના 1044 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 160 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 2200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 460 રૂપિયા ભાવ બોલાયા છે.