મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 26 ઓગસ્ટ ને મંગળવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 143 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 545 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 110 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1961 સુધી બોલાયા હતા. તો જીરુંના 3590, બાજરાના 347 અને ચણાના 1088 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 240 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 80 રૂપિયા, ગુવારના 700 રૂપિયા, ભીંડાના 300 રૂપિયા, ટામેટાના 800 રૂપિયા, કોબીજના 360 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 140 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.