રીંગણાના ભાવમાં પ્રતિ મણે 200 રૂપિયાનો વધારોમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 13 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 960 ક્વિન્ટલ એટલે કે 4800 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1512 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 37 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 664, તલના 2200, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1124 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4296, બાજરાના 579, અડદના 1452, ચણાના 1142 અને ગુવાર બીના 955 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ બોલાયા છે.