મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 17 માર્ચ ને સોમવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તુવેર, ધાણા, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1220 ક્વિન્ટલ એટલે કે 6100 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3838 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 180 ક્વિન્ટલ એટલે કે 900 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1481 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 590, તુવેરના 1366, ધાણાના 1301, ચણાના 1042, એરંડાના 1200, રાયના 1141 અને રાયડાના 1043 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 250 રૂપિયા અને સુક્કી ડુંગળીના 460 રૂપિયા ભાવ બોલાયા છે.