મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 21 જાન્યુઆરીને બુધવારના રોજ 1005 ક્વિન્ટલ એટલે કે 5015 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1642 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 142 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. જેના સૌથી ઉંચા ભાવ 1320 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 557, જીરુંના 4370, ચણાના 1045 અને એરંડાના 1270, અડદના 1317, તુવેરના 1274, બાજરીના 5678 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 700, કારેલાના 700, ગુવારના 1900, ભીંડાના 900, ટમેટાના 700, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 320, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.