ગુવારના ભાવમાં ઘટાડો, પ્રતિમણના ભાવ 1400 થી 1100 રૂપિયા પર પહોંચ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1 ઓગસ્ટ ને શનિવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, સીંગદાણા, મગ, તુવેર, એરંડા, કાળા તલ અને રાયડો ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 334 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 547 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 172 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1905 સુધી બોલાયા હતા. તો જીરુંના 3606, બાજરાના 351, સીંગદાણાના 1425, મગના 1537, તુવેરના 1210, એરંડાના 1264, કાળા તલના 3501 અને રાયડાના 1175 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 500 રૂપિયા, ગુવારના 1100 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 900 રૂપિયા, કોબીજના 440 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.