મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 31 જુલાઈ ને ગુરુવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, અજમો, ચણા, સીંગદાણા અને તુવેર ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 305 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 561 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 218 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1964 સુધી બોલાયા હતા. તો મગફળીના 1006, જીરુંના 3460, બાજરાના 326, જુવારના 776, અજમાના 1280, સીંગદાણાના 1300, ચણાના 1180 અને તુવેરના 1206 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 500 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 440 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 240 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.