મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 28 ઓગસ્ટ ને ગુરુવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, અને રાય ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 213 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 550 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 130 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1912 સુધી બોલાયા હતા. તો મગફળીના 930, જીરુંના 3570, બાજરાના 568, તુવેરના 1211 અને રાયના 1470 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 200 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 80 રૂપિયા, ગુવારના 800 રૂપિયા, ભીંડાના 300 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 340 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 140 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.