મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1 જુલાઈ ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, સીંગદાણા, ચણા, સફેદ ચણા અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 506 ક્વિન્ટલ એટલે કે 2530 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1860 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 309 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 533 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 900, જીરુંના 3780, બાજરાના 533, જુવારના 810, મગના 903, સીંગદાણાના 1430, ચણાના 1110, સફેદ ચણાના 1390 અને રાયડાના 1108 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 900 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 600 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.