મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 3 જુલાઈ ને ગુરુવારના રોજ ઘઉં, તલ, મગફળી, તુવેર, જીરું, બાજરો, જુવાર, મગ, સુવાદાણા, ચણા, કાળા તલ, સફેદ ચણા અને રાય તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 376 ક્વિન્ટલ એટલે કે 1880 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1858 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 638 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 516 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 980, તુવેરના 1276, જીરુંના 3830, બાજરાના 352, જુવારના 830, મગના 1380, સુવાદાણાના 1125, ચણાના 1111, કાળા તલના 2715, સફેદ ચણાના 1304 અને રાયના 1348 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1100 રૂપિયા, રીંગણાના 1100 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 900 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 700 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.