લીંબુના ભાવમાં ફરી પ્રતિ મણે 400 રૂ.નો વધારો, 2400 રૂ. પ્રતિ મણે પહોંચ્યા લીંબુંના ભાવમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતા સપ્તાહે એટલે કે 10 માર્ચ ને સોમવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, મેથી, ધાણા, તુવેર, અડદ, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1466 ક્વિન્ટલ એટલે કે 7330 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3918 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 345 ક્વિન્ટલ એટલે કે 1725 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1472 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 567, તલના 1940, જીણી મગફળીના પ્રતિમણ 960, મેથીના 1060, ધાણાના 1545, તુવેરના 1394, અડદના 1538, ચણાના 1058, એરંડાના 1210, રાયના 1183 અને રાયડાના 1048 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.