3720 ક્વિન્ટલ કપાસની આવક થઈ, ભાવ 1500ને પારમોરબી : આશરે એક સપ્તાહ જેટલી દિવાળીની રજાઓ બાદ આજે તારીખ 27 ઓક્ટોબર ને સોમવારથી મોરબી માર્કેટિંગ યાર્ડ ખુલ્યું છે. વેકેશન ખુલતા જ મોરબી યાર્ડમાં વિવિધ જણસીઓની લે-વેચ શરૂ થઈ ગઈ છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડ કપસા, ઘઉં, મગફળી, સોયાબીન, શાકભાજી સહિતની જણસીઓથી ઉભરાયું છે. આજે 3720 ક્વિન્ટલ એટલે કે 18600 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1528 રૂપિયા સુધી બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 158 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 542 બોલાયા છે. તો તલના 1776, મગફળીના 1150, જીરુના 3520, બાજરાના 370, જુવારના 726, મગના 1407, અડદના 1304, ચણાના 1048, એરંડાના 1240, કાળા તલના 3422 અને સોયાબીનના 816 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 1000, રીંગણાના 400, કારેલાના 600, ગુવારના 1000, ભીંડાના 400, ટમેટાના 460, કોબીજના 200, કાકડીના 440, લીંબુના 900, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.