ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના સહયોગથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયોમોરબી: તાજેતરમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના સહયોગથી મીતાણા સ્થિત બહુચર વિદ્યાલયમાં 'એક પેડ મા કે નામ' ની થીમ આધારિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના પ્રતિનિધિ અશોકભાઈ પાંભર, બહુચર વિદ્યાલય મીતાણા હાઈસ્કૂલના આચાર્ય પ્રવિણચંદ્ર બાબુલાલ વાટકિયા, શાળાના કર્મચારી ગણેશભાઈ દેવડા, રમેશભાઈ ઢેઢી તથા ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અશોકભાઈ પાંભર દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વ, વન્યજીવોનું મહત્વ તથા વૈશ્વિક સમસ્યાઓ વિશે જાગૃત કરી લોક જાગૃતિની સમજ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય પ્રવિણચંદ્ર બી. વાટકિયા દ્વારા આજની ગંભીર વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે આ સમસ્યાઓના ઉકેલ સ્વરૂપે પર્યાવરણ સંરક્ષણ અને તેની જાળવણીની વિસ્તૃત સમજ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સાથે મળીને ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું અને કાર્યક્રમના અંતે સૌ નાસ્તો કરીને છૂટા પડ્યા હતા.#Morbi #MorbiUpdate #WorldEnvironmentDay #EkPedMaaKeNaam #TreePlantation #Mitana #GeerFoundation #EnvironmentAwareness