શિબિરમાં કાર્યક્રમની રૂપરેખા તથા બજેટ રજુ કરવામાં આવ્યું મોરબી : મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ડૉ.સતિષભાઈ પટેલ દ્વારા માર્ગદર્શિત આદર્શ માતા કસોટી -2019 નું આયોજન શરુ થઈ ગયું છે, એના માર્ગદર્શન માટેની શિબિરમાં ખુબજ બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો કાર્યકર્તાઓએ હાજર આપી હતી. ઉલ્લેખનીય છે કે આ કસોટી 22 થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાન યોજાનાર છે. આ શિબિરની શરૂઆતમાં દિનેશભાઈ વડસોલાએ સૌના સ્વાગત સાથે કાર્યક્રમની રૂપેરેખા આપી ત્યારબાદ કોમનમેન ફાઉન્ડેશન એ.આર.ચન્દ્રાસલાએ કાર્યક્રમનું બજેટ રજૂ કર્યું. આ કસોટીનું અથથી ઈતિ સુધીનું બજેટ રૂપિયા અગિયાર લાખ જેટલું રજૂ કર્યું જેમાં ત્રણ થી ચાર લાખના ઈનામો, જાહેરાત પ્રચાર પ્રસાર, કસોટી લેખિત પરીક્ષા, હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન, વેલ ડ્રેસ કોમ્પિટિશન, મૌખિક પરીક્ષા, માઈક સિસ્ટમ, મંડપ સર્વિસ વગેરેનો ખર્ચનો સમાવેશ થાય છે. ડો.દિનેશ પટેલે આ કાર્યક્રમ ને ખુબજ બિરદાવ્યો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. ત્યારબાદ ડો.સતિષભાઈ પટેલ કે જેઓ આ સમગ્ર કાર્યક્રમના પ્રોડયુસર, ડિઝાઈનર, અને ગાઈડ છે એમને જણાવ્યું કે આજના આ વોટ્સએપ યુગમાં માતા એમના બાળકનું યોગ્ય રીતે લાલન,પાલન અને પોષણ કરે, એ માટે સમગ્ર મોરબી જિલ્લા માટે આ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન તા.15 જૂન થી તા.31 ઓક્ટોબર,2019 દરમિયાન કરવામાં આવશે. જે બહેનોને વધુમાં વધુ ત્રણ સંતાન હોય, જે પૈકી એક બાળક સાત વર્ષથી નાનું હોવું જોઈએ, એ બહેન મોરબી જિલ્લામાં રહેતી હોવી જોઈએ, તેમજ વર્ષ 2016 ની આદર્શ માતા કસોટીમાં જેમને 1 થી 11 નંબર પ્રાપ્ત કરેલ હોય એ બહેન ભાગ લઈ શકશે નહીં. તા.22 થી તા.31 ડિસેમ્બર, 2019 દરમ્યાન આ કસોટીનું આયોજન થશે. આદર્શ માતાની સાથે સાથે 'હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન' યોજાશે જેમાં બાળ રોગ નિષ્ણાંત ડોકટર દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. 1 થી 3 નંબર પ્રાપ્ત કરનારને ઈનામો આપવામાં આવશે એવીજ રીતે બાળકો માટે 'વેલ ડ્રેસ કોમ્પીટીશ' જેમાં ઋતુ અનુસાર, પ્રસંગ, સમયાનુસાર બાળકને કેવા આદર્શ વસ્ત્ર પરિધાન પહેરાવી શકાય એની હરીફાઈ યોજવામાં આવશે. એમાં પણ 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર બાળકને ઈનામો આપવામાં આવશે અને બાળકોને મળેલ માર્ક માતાએ મેળવેલ માર્કમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ 70 માર્કની લેખિત કસોટી લેવામાં આવશે જેનો અભ્યાસક્રમ 'બાળ ઉછેર બે હાથમાં' પુસ્તક રહેશે. છેલ્લે 1 થી 100 ક્રમાંક પ્રાપ્ત કરનાર બહેનોને પસંદ કરવામાં આવશે. એ 100 બહેનો પૈકી પ્રથમ 1 થી 11 બહેનો માર્કિંગના આધારે પસંદ થશે.જેની હજારો માણસો વચ્ચે મૌખિક કસોટી લેવામાં આવશે. જેમાં ખ્યાતનામ ડોકટરોની ટીમ પ્રાશ્નોત્તરી કરશે. આ ઉપરાંત બાળવાર્તા કહેવાની રહેશે,હાલરડું ગાવાનું રહેશે. આ બધી હરીફાઈના આધારે 1 થી 11 ક્રમ નક્કી થશે જેમાં પ્રથમ નંબરને સુવર્ણ મુકુટ તાજ પહેરવામાં આવશે, જેના દાતા ડો.નિશિથ પટેલ છે. બીજું ઈનામ સોનાનો ચેન જેના દાતા ડો. સતિષભાઈ પટેલ, ત્રીજું ઈનામ સોનાનો બ્રેસલેટ કંકણ, જેના દાતા ડો.તેજસ પટેલ અને પૂજા પટેલ ચોથું ઇનામ સોનાનું લુઝ બ્રેસલેટ, જેના દાતા ડો.જયેશ સનારીયા અને શીતલ સનારીયા, પાંચમું ઈનામ ગોલ્ડન ઈયર રિંગ, જેના દાતા ડો.પ્રેયેશ પંડ્યા અને ડો.રુચિ પંડ્યા છઠ્ઠું ઈનામ સોનાનું પેન્ડલ, જેના દાતા ડો.ભરત કૈલા અને ડો.વિનોદ કૈલા, સાતમું ઈનામ સોનાની બુટી, જેના દાતા ડો.લલિત ચારોલા- ડો.માધવી ચારોલા, આઠમું ઈનામ સોનાનું પેન્ડલ ડો.અલ્કેશ પટેલ -હેતલ પટેલ તરફથી, નવમું ઈનામ સોનાની બુટી ડો. શૈલેષ પટેલ- ડો. કલ્પના પટેલ તરફથી, દસમુ ઇનામ સોનાનું પેન્ડલ ડો.હિતેશ પટેલ- દીપ્તિ પટેલ તરફથી, અગિયારમુ ઈનામ સોનાની બુટી ડો.પંકજ વડનગરા - ભૂમિકા વડનગરા તેમજ ક્રમ નંબર 12 થી 100 સુધી પ્રાપ્ત કરનારને કુલ એક લાખના ઈનામો જુદા જુદા ડોકટરો દાતાઓ દ્વારા આપવામાં આવશે. અન્ય ખર્ચ માટે રૂપિયા સવા લાખનું શુભેચ્છા દાન સિમ્પોલો ફાઉન્ડેશન તરફથી આપવામાં આવેલ છે. શિબિરમાં આ પ્રકારની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં કાર્યકતાઓએ હાજરી આપી શિબિરને સફળ બનાવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ તમામ પત્રકારોએ હાજર રહી આ કાર્યક્રમને પોતાનો ટેકો પૂરો પાડ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne