મોરબી : મોરબીમાં દીવાલમાં બોકરું પડતી વખતે પડી જતા મજુર યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉમિયા સર્કલ પાસે રહેતો રૂસ્માલભાઈ બધિયાભાઈ ડામોર ઉ.વ.25 નામનો મજુર યુવાન ઉમિયા સર્કલ પાસે સરદાર ડમ્પર સામે શનાળા મકાનની દીવાલમાં બ્રેકર વડે હોલ પાડી રહ્યો હતો.તે સમયે મજુર યુવાન પડી જતા તેને ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું.બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.