મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામે આવેલ પેપર મિલના કારખાનામાં કામ કરતી વખતે અકસ્માતે બેલ્ટના ધરામાં ભટકાઈ જવાથી માથામાં ગંભીર ઇજા થતાં શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા પાસે આવેલ હરિકૃપા પેપરમિલના કારખાનામાં ગઈકાલે તા.1 ના રોજ પુષ્પૅન્દ્રર વિરસિંગ ગુજ્જર ઉ.વ 20 નામનો શ્રમિક યુવાન મિકચર મશીન ઉપર મજૂરી કામ કરી રહ્યો હતો.તે વખતે અકસ્માતે પેપરમિલના બેલ્ટના ધરામાં ભટકાતા તેને માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી એ.એસ.આઈ. આર.બી.વ્યાસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.