મોરબી : મોરબીના મકનસર ગામ પાસે નવાગામ રોડ ઉપર આવેલ પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મકનસર ગામ પાસે નવાગામ રોડ ઉપર આવેલ સોપાઈન પેપરમિલ નામના કારખાનામાં ગઈકાલે સોનુ લોકનાથભાઈ સરોજ નામનો પરપ્રાંતીય શ્રમિક મજુરી કામ કરી રહ્યો હતો.તે સમયે આ પેપરમિલ કારખાનાના મશીનના અકસ્માતે શ્રમિક આવી જતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.આ બનાવથી શ્રમિક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne