મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીમાં મજુરી કામ દરમ્યાન પડી જતા મજૂરનું મોત થયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ અંબાણી સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ દાહોદના વતની મુન્નાભાઈ બાબુભાઇ મુણીયા ઉ.વ.18 નામનો મજુર યુવાન ગત તા.21ના રોજ આ કારખાનામાં મજુરી કામ કરતી વખતે પડી જતા તેને ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસાડ્યો હતો. જ્યાં આ મજુર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.