'ગરબા'નો બજારમાં ભાવ રૂ. 40થી રૂ. 550, આધુનિક સમયમાં 'ઘોઘા'નું માંગ ખૂબ જ ઘટી મોરબી : માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ નજીક આવી રહ્યું છે. હાલમાં કોરોના વાયરસના પગલે નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટમાં થતા આયોજનો જેવા મોટા આયોજનો બંધ રહેવાની શક્યતા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા હજુ શેરી-ગરબા માટે નિર્ણય જાહેર કરાયો નથી. આથી, આ વર્ષે ખેલૈયાઓ દર વર્ષની જેમ નવરાત્રિ મહોત્સવમાં રમી શકે તેવી શક્યતાઓ ઓછી છે. પરંતુ હાલમાં કુંભારો દ્વારા ભાવિકોની માતા પાર્વતી પ્રત્યે આસ્થાને ધ્યાને લઈ ગરબા બનાવાની તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે. નવરાત્રિ દરમિયાન માતાજીના ભક્તો ઘરમાં ગરબાની સ્થાપના કરી માતા આદ્યશક્તિનું પૂજન-અર્ચન કરે છે. નવરાત્રિમાં સ્થાપના કરવામાં આવતા માતાના ગરબા અનોખી રીતે બનાવાય છે. હાલમાં ગરબા ઉપર વિવિધ પેઇન્ટિંગ દોરી ગરબાને ડેકોરેટ કરવાની તૈયારી થઈ રહી છે. આ તૈયારી કારીગર પૂનમબેન વામજાના કહ્યા પ્રમાણે સાતમ-આઠમથી એટલે કે છેલ્લા 2 મહિના જેવા પહેલાથી ચાલુ કરી દેવામાં આવી હતી. આ વર્ષે ગરબા પર 10થી 15 જાતની નવી ડિઝાઇન સાથે વિવિધ કલરથી ગરબાને સુશોભીત કરવામાં આવ્યા છે. જેમાં સાદા ગરબાના ભાવ રૂપિયા 40 થી માંડીને ડાયમંડવાળા ગરબાના ભાવ રૂપિયા 550 સુધીના માર્કેટમાં ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં પૂનમબેને કુલ 1500 થી 2000 જેટલા ગરબાઓ સુશોભીત કર્યા છે. જો કે કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે ગત વર્ષ કરતાં આ વર્ષે ગરબાનું ઉત્પાદન ઓછું કરવામાં આવ્યું છે. ગરબાની સાથે સાથે 'ઘોઘા' પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ પૂનમબેને કહ્યા પ્રમાણે આજના આધુનિક સમયમાં 'ઘોઘા'ની માંગ ખુબ જ ઓછી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate