જિલ્લામાં ૨૯૧ દૂધ મંડળી કાર્યરત વર્ષ ૨૦૨૦-૨૧માં દુધ સંઘનું ટર્નઓવર ૨૪૦ કરોડએ પહોચ્યુ મોરબી : તાજેતરમાં મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧નો પશુપાલકોને ભાવ ફેર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. મહિલા દૂધ સંઘ સાથે સંકળાયેલા જિલ્લાના 26 હજારથી વધુ પશુપાલકોને 17.3 કરોડ રૂપિયાનો ભાવ ફેર ચુકવશે. મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત મયુર ડેરી સાથે જિલ્લાના 26 હજારથી વધુ પશુપાલકો જોડાયેલા છે દૂધ સંઘ સંચાલિત 291 દૂધ મંડળી પર હાલના સમયમાં પણ દરરોજ 1.55 લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કોરોનાના કપરા સમયમાં પણ વર્ષ 2020-21માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 719 રૂપિયા મુકવામાં આવ્યા છે. તાજેતરમાં દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયા અને વાઇસ ચેરમેન ગાયત્રીબા નરેન્દ્ર સિંહ ઝાલા તેમજ દૂધ સંઘના ડિરેક્ટરોની હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં દૂધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ 55 નો ભાવ ફેર ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યો છે જેથી જિલ્લાના 26 હજાર પશુપાલકોને 17.3 કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી કપરી પરિસ્થિતીમાં જિલ્લા દૂધ સંઘ દ્વારા જે પશુપાલકોને ભાવ ચુકવવામાં આવ્યો છે તે હાલના સમયમાં પશુપાલકોને ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. વધુમાં ચેરમેન હંસાબેન પટેલે જણાવ્યું હતું કે, ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા, પશુઓ તંદુરસ્ત રહે અને દૂધની માત્રા વધે તથા ગુણવત્તા સુધરે તે માટે મોંઘાદાટ ખોળ અને બજારના દાણને બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને અપીલ કરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..