મોરબીના સતનામ એપાર્ટમેન્ટમાં વિશાળ કલાત્મક રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર મોરબી : દિવાળીના પાવન અવસર નિમિત્તે ઘર આંગણે રંગોળી કરી સજાવટ કરવાનો પરંપરાગત રિવાજ છે. ત્યારે મોરબીમાં અવની ચોકડી પાસે સતનામ એપાર્ટમેન્ટમાં મહિલાઓ દ્વારા આશરે 110 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાઓ દ્વારા 7 કલાકની મહેનત અને અંદાજિત 8 કિલોથી વધારે રંગો વાપરીને આ ખુબ સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. આજુબાજુના વિસ્તારોના સ્થાનિકોએ રંગોળી જોઈને ભરપૂર પ્રશંસા કરી હતી.