મોરબી : મોરબીમાં મહિલાએ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધાના બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ચંદ્રેશનગર પાછળ યદુનંદન-૧૯ શેરી નંબર ૧ ખોડીયાલ પાન પાસે રહેતા પ્રભાબેન મનસુખભાઇ કાવર (ઉ.વ.૫૨) નામના મહિલાએ ગઈકાલે તા.૪ ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર ગળેફાસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.