મોરબી : મોરબીના લક્ષ્મીનગર નજીક આવેલા પાટીદાર નામની ફેકટરીમાં કામ કરતા અને સ્ટાફ ક્વાર્ટરમાં રહેતી પારુલબેન લલીતભાઈ લાલકીયા નામની એક પરિણીતાએ ક્વાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવ બાદ મૃતકને મોરબી સીવીલમાં પીએમ માટે ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલિસે આપઘાત મોત અંગે નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના 4 વર્ષ પહેલાં લગ્ન થયા હતા જોકે સંતાન ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.બનાવ અંગેની તાપસ તાલુકા પોલીસના પીએસઆઈ આર.એ જાડેજા ચલાવી રહ્યા હતા.