બે દશેરા હોવાથી લગાતાર બે દિવસ સુધી ઉજવણી થશે : મીઠાઈ-ફરસાણમાં ભાવવધારો નહિ થતા રાહત મોરબી : વિજયા દશમી પર્વની ઉજવણીને લઈને મોરબીના લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે તિથિમાં થોડી અસમંજ હોય બે આજે શુક્રવારે અને શનિવારે એ બે દિવસ સુધી દશેરાની ઉજવણી થનાર છે. જેમાં મોરબીવાસીઓ એક અંદાજ મુજબ 10 ટન સાટા, 6 ટન જલેબી અને 4 ટન ચોરાફરી આરોગશે. મોરબીમાં દશેરાની નિમિતે મીઠાઈ અને ફરસાણની દુકાનો ધમધમી ઉઠી છે અને બજારોમાં મીઠાઈ તથા ફરસાણની ખરીદી થઈ રહી છે.આ વખતે તિથિમાં અસમંજ હોવાથી બે દિવસ સુધી દશેરાની ઉજવણી થાય એવું લાગે છે. જો કે તિથિ પ્રમાણે આજે શુક્રવારે દશેરા ગણાય એટલે ઘણા લોકો શુક્રવારે દશેરા ઉજવશે.જ્યારે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના લોકો શનિવારે દશેરાની ઉજવણી કરશે.તેથી ગઈ કાલે બજારોમાં થોડી ઓછી ચહલ પહલ દેખાઈ હતી.ત્યારે આજે શુક્રવારે ખીરીદી નીકળતા વેપારીઓને દશેરાનો વેપાર સારો થવાની આશા જાગી છે. આ દશેરાએ મોરબીવાસીઓ આશરે 10 ટન સાટા 6 ટન જલેબી અને 4 ટન ચોરાફરી આરોગી જશે. જો કે આ વખતે મીઠાઈ ફરસાણમાં ભાવવધારો થયો નથી. આથી હાલના રાબેતા મુજબ ભાવ પ્રમાણે મીઠાઈ પ્રતિ કિલો રૂ.280 થી 1 હજાર રૂપિયાના ભાવે મળશે અને ફરસાણ પ્રતિ કિલો રૂ.140 થી 250 રૂપિયાના ભાવે મળશે.જ્યારે વેપારીઓના જણાવ્યા મુજબ કાચા માલમાં ભાવ વધ્યા છે.પણ વેપારીઓએ દશેરામાં ભાવો વધાર્યા નથી. કદાચ દિવાળીએ ભાવવધારો થવાની શકયતા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..