ઇન્ડિયન લયોનેસ ક્લબ દ્વારા તા. 5 જૂનના રોજ આયોજન મોરબી : મોરબી ઇન્ડિયન લયોનેસ ક્લબ દ્વારા આગામી તા. 5 જૂનના રોજ 'મોરબી વિમેન્સ ગોટ ટેલેન્ટ અને ખાદી ફેશન શો'નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની બહેનોમાં રહેલા ઇનર ટેલેન્ટને બહાર લાવવા માટે અને તેમને પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે ઇન્ડિયન લાયોનેસના ચેરમેનની વિઝીટ નિમિતે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ 'મોરબી વિમેન્સ ગોટ ટેલેન્ટ અને ખાદી ફેશન શો'નું આયોજન કરવામાં આવ્યું છે. ટેલેન્ટ શોમાં સિંગિંગ, ડાંસિંગ, મિમિક્રી, યોગા, ઝુંબા, સ્ટેપ્સ અને બીજી ટેલેન્ટનો સમાવેશ થાય છે. અને ઓપન મોરબી ખાદી ફેશન શોમાં માત્ર ખાદી ડ્રેસ અલાવ કરાયો છે. જેમાં બહુ જ લીમીટેડ એન્ટ્રી લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવવાના રહેશે. સોના-ચાંદીની ગીફ્ટ અને શિલ્ડની સાથે ઇનામોની વણજાર રાખવામાં આવી છે. નામ લખાવવાની છેલ્લી તારીખ ૨૮/૫/૨૦૨૨ છે. એન્ટ્રી માટેનો કોઈ ચાર્જ નથી. આ શો ટાઉન હોલ ખાતે તારીખ ૫/૬/૨૦૨૨ના રોજ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી યોજાશે. વધુ માહિતી મેળવવા માટે અને એન્ટ્રી લખાવવા માટે શોભનાબા ઝાલા 9979329837, પ્રિતીબેન દેસાઈ 9328970499, નયનાબેન બારા 8530531830 મયુરીબેન કોટેચા 9275951954, પ્રફુલ્લાબેન સોની 9925726671, ધ્વનિબેન મારસેટી 9825461567, પુનીતાબેન છૈયા 9724955554, કામીનીબેન સીધ 7359649587નો સંપર્ક કરવા નયનાબેન બારા (પ્રમુખ, ઇન્ડિયન લયોનેસ ક્લબ)ની યાદીમાં જણાવાયું છે.