મોરબી : મોરબીમાં રાષ્ટ્રભકત પ્રખર વક્તાના કાર્યક્રમનું બુધવારે આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય વકતા પુષ્પન્દ્ર કુલશ્રેષ્ઠ મોરબીમાં પ્રથમ વખત આવશે. તેઓ આગામી તા. 27ને રાત્રે 8થી 12 કલાક સુધી રાધે પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાષ્ટ્રના આંતરીક મુદ્દાઓ વિશે વિસ્તૃત વ્યાખ્યાન, અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરશે. તો આયોજક જય અંબે સેવા ગ્રુપ અને રાષ્ટ્રવાદી પ્રખર સેવા સંગઠન (RPS) દ્વારા મોરબી જીલ્લાના તમામ રહેવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..