મોરબીનો સૌ પ્રથમ કાફે કે જયાં યુવાનો, યુવતીઓ અને ફેમિલી મેટ્રો સીટી જેવો ખાણી-પીણીનો લુત્ફ ઉઠાવી શકશે ગાંઠિયા - જલેબીથી લઈ પિત્ઝા, બર્ગર, મોકટલ, થિકશેઈક અને અસંખ્ય વેરાયટી એકજ સ્થળે અને એ પણ ખુલ્લા આકાશ નીચે રાજપર ચોકડી નજીક શનાળા - ધૂંનડા રોડ ઉપર સંપૂર્ણ ફેમિલી માહોલ : થાઉઝન્ડ આઈ સિક્યુરિટી મોરબી : સિરામિક સોટી મોરબી મેટ્રો સિટીને ટક્કર આપવા સજ્જ થયું છે ત્યારે મોરબીના યુવાનો અને ફેમિલી માટે એક પણ કાફે ન હોય મોરબીના તરવરિયા યુવાનો દ્વારા શહેરની ભાગોળે શનાળા - ધૂંનડા રોડ ઉપર રાજપર ચોકડી ખાતે ધ નાઈટ લાઈફ કાફેનો આગામી સોમવારથી શુભારંભ કરવા જઈ રહ્યા છે જ્યાં કાઠીયાવાડી ગાંઠિયા જલેબીથી લઈ પિત્ઝા બર્ગર સુધીની આઇટમો એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. મજાની વાતતો એ છે કે અહીં સાંજ પડેને સૂરજ ઉગશે કારણ કે શહેરમાં સંપૂર્ણ સુરક્ષિત અને પારિવારિક માહોલ આપતા ધ નાઈટ લાઈટ કાફેમાં ઓપન એર સીટીંગ એરેજમેન્ટ આપને રાત્રી સુધી એન્ટરટેઇન કરશે. આધુનિકતામાં રાજ્યભરમાં એક કદમ આગળ રહેનાર મોરબીમાં એક પણ કાફે ન હોય મોરબીના તરવરિયા પાંચ યુવાનોની ટીમ દ્વારા શહેરીજનો માટે કઈક નવું કરવા માટે અલગ જ થીમ સાથે શનાળા ધૂંનડા રોડ રાજપર ચોકડી નજીક જરા હટ કે ધ નાઈટ લાઈફ કાફે શરૂ કરવા જઈ રહ્યા છે. આગામી તા. ૧૧ ને સોમવારે વિધિવત રીતે મોરબીના રંગીલા શહેરિજનો માટે આ કાફે ખુલ્લો મુકાશે. ધ નાઈટ લાઈફ કાફેના શુભારંભ પ્રસંગે જાણીતા ગાયક ગીતા રબારીના આલ્બમ રોણો કી પડે એન્ટ્રી ફેઈમ જય વાધવાની મોરબીના ખાસ મહેમાન બની યુવાનોને એન્ટરટેઇન કરશે, હાલમાં મોરબીના કોલેજીયન યુવક - યુવતીઓ અને મોર્ડન ફેમિલી માટે એક પણ કાફે ઉપલબ્ધ નથી ત્યારે શહેરમાં પહેલો કાફે શરૂ કરવાનો શ્રેય ધ નાઈટ લાઈફ કાફેના ફાળે જાય છે. મોરબીના યંગસ્ટર માટે કંઈક નવું આપવાની નેમ સાથે ગજેન્દ્ર ભટ્ટ, ભગિરથસિંહ ઝાલા, મિલન ભટ્ટ, મહાવીરસિંહ જાડેજા તથા દશરથસિંહ ઝાલાના ( અદેપર ) સંયુક્ત સાહસ ધ નાઈટ લાઈફ કાફેમાં યંગસ્ટર અને ફેમિલીને સ્કાય ઓપન સીટીંગના એરેન્જમેન્ટ થકી આહલાદક એટમોસ્ફિયરનો અનુભવ કરાવાશે, ટીમ ધ નાઈટ લાઈફ કાફેમાં દ્વારા સંપૂર્ણ પારિવારિક માહોલ માટે થાઉઝન્ડ આઈ સિક્યુરિટીનું એરેન્જમેન્ટ કરાયું છે અને તમામ એરિયામાં સીસીટીવી કવરેજ કરાયું છે. ધ નાઈટ લાઈફ કાફેમાં સ્વાદના શોખીન મોરબીયન માટે ફેવરિટ થેપલા, પુરી - શાક, ગાંઠિયા, જલેબીથી લઈ હોટડોગ, બર્ગર, પિત્ઝા, ફ્રેન્ચ ફ્રાય, સેન્ડવીચ, મેગી, પાસ્તા, ગારલીક બ્રેડ, ચા, કોફી, કોલ્ડ કોફી, બોન્ટી, બોર્નવિટા, મોકટેઇલ, થિકશેઈક, સોફ્ટ ડ્રિંક્સ સહિતની સેંકડો આઇટમો ઉપલબ્ધ રહેશે. તો આવો છો ને સોમવારે સાંજે ધ નાઈટ લાઈફ કાફેની ઓપનિંગ સેરેમનીમાં...ચાલો થઈ જાઓ તૈયાર...લોન્ગ ડ્રાઇવ અને લેઈટ નાઈટ નાસ્તા ફન માટે....