સબ સ્ટેશન-લાઇનનું સમારકામ પૂર્ણ થતા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે મોરબી : મોરબીમાં અલગ અલગ સબ સ્ટેશનમાં લાઇનનું સમારકામ કરવાનું હોવાથી જુદા - જુદા વિસ્તારોમાં તા.12 અને 19ના રોજ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આગામી તા.12 અને 19ના રોજ 66કેવી ડુંગરપુર, ઘુંટુ ભરતનગર,ઉંચીંમાડલમાંથી નીકળતા તમામ 11કેવી ખેતીવાડી ફીડરને પાવર સપ્લાય મળશે નહીં.તેમજ 11કેવી ઔદ્યોગિક ફીડરને આંશીક પાવર સપ્લાય મળશે. 66કેવી વાઘપર અને 66કેવી ખીરઇ સ/સ, 66કેવી બેલામાંથી નીકળતા તમામ 11કેવી ફીડર અને 66કેવી મહેન્દ્રનગરમાંથી નીકળતા તમામ 66કેવી અને 11કેવી ફીડરને પાવર સપ્લાય મળી શકશે નહી. 66કેવી રંગપર-2,રંગપરમાંથી નીકળતા 11કેવી ઔદ્યોગિક ફીડરને આંશીક પાવર સપ્લાય મળશે. 66કેવી મોરબી,વજેપર,અમરેલી,માનસરમાંથી નીકળતા તમામ 11કેવી ખેતીવાડી ફીડરને પાવર સપ્લાય મળશે નહીં.તેમજ 11કેવી ઔધ્યોગીક અને અર્બન ફીડરને આંશીક પાવર સપ્લાય મળશે. 66કેવી ખરેડાનું અને 66કેવી રફાળેશ્વરનું સમારકામ કરવાનું હોવાથી આગામી તા.19ને બુધવારના રોજ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો 66કેવી ખરેડામાંથી નીકળતા તમામ ફીડર અને 66કેવી રફાળેશ્વર માંથી નીકળતા તમામ ફીડર પર બંધ રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક ક