કાલીકાનગર ગામે પિતા-પુત્રએ દંપતી પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના કાલીકાનગર ગામેં પિતા-પુત્ર એક યુવાનને માર મારતા હોય તેને બચાવવા વચ્ચે પડેલી તેની પત્નીની સાડી ફાડી ઝપાઝપી કરીને જ્ઞાતિ પ્રત્યે હતધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતો વિગતો મુજબ મોરબીના કાલીકાનગરમાં રહેતા મીનાબેન બાબુભાઈ સોલંકી (ઉ.વ. ૩૫) નામના પરિણીતાએ કાલિકાનગર ગામે જ રહેતા દીપકભાઈ ખોડાભાઈ કોળી તથા તેના પિતા ખોડાભાઈ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૩ના રોજ કાલીકાનગર ગામે ફરીયાદીના પતિને આરોપીએ ગાળો આપી લાકડાના ધોકા વડે પગમાં મુંઢ ઈજા કરી હોવાથી ફરીયાદી તેના પતિને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ ફરીયાદીએ પહેરેલ સાડી ફાડી નાખી ઝપાઝપી કરી ગાળો આપી તથા જાતી પ્રત્યે હડધુત કરી ફરીયાદીના દીકરાને જાપટો મારી મુંઢ ઈજા કરી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી તારા દીકરા ની કારર્કીદી પુરી કરી નાખીશ તેવી ધમકી આપી હતી. પરિણીતાએ આ બનાવની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.