શોભેશ્વર રોડ પર થાંભલા પર રહેલી લાઈટો શોભના ગાંઠિયા સમાન મોરબી : મોરબીના સામા કાંઠે આવેલા કુબેર સીનેમાથી શોભેશ્વર રોડ પર ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટના થાંભલે બંધ હાલતમાં રહેલી લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. આ રસ્તે લોકોની અવરજવર પહેલાની સરખામણીએ બહુ વધી છે. સ્થાનિકો ઉપરાંત મંદિરે દર્શનાથે આવતા શ્રદ્ધાળુઓ પણ વધ્યા છે ત્યારે આ રોડ પર ઘણા સમયથી અંધારા છવાયેલા છે. ઘણી ફરિયાદો બાદ ક્યારેક અમુક લાઈટો રીપેર થયા બાદ મેન્ટમેનન્સના અભાવે લાઈટો વારંવાર બંધ થઈ જાય છે. ત્યારે હાલ શોભેશ્વર મંદિરના મહંત જીજ્ઞેશપરી ગોસાઈએ નગરપાલિકાના ચીફ ઓફિસરને બંધ લાઈટો ચાલુ કરવા માટે લેખિત રજુઆત કરી છે.