વરિષ્ઠ નાગરિક મંડળનું પ્રેરક આયોજન : વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા મોરબી : મોરબીમાં વાઘપર ખાતે આવેલા ગાયત્રી મંદિરમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સિનિયર સીટીઝનો માટે વેલડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર સિટીઝન ભાઈઓ તેમજ બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલા તમામને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સીનીયર સીટીઝન કાઉન્સિલ આયોજિત વેલડ્રેસ સ્પર્ધામાં પુરુષ વિભાગમાં પ્રથમ દિનેશભાઈ અંતાણી બીજા નંબરે ગઝલકાર કાયમઅલી હજારી તથા ડો. બી.કે.લહેરુ અને તૃતીય રમણભાઈ મહેતા આવ્યા હતા લેડીસ વિભાગમાં પ્રથમ સલમાબેન હજારી બીજા નંબરે અરુણાબેન પી. મહેતા, ત્રીજા નંબરે ત્રણ બહેનો આવ્યા હતા. તમામ વિજેતાઓને પ્રમુખ પ્રવિણભાઈ મહેતાના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના જજ તરીકે પુરુષ વિભાગમાં એન.બી. વીરડા , મનોજભાઈ રાજા તેમજ લેડીસ વિભાગમાં દર્શનાબેન વિજયભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રવીણભાઈ મહેતા, જગદિશભાઇ ઓજા અને ડૉ.બી.કે લહેરુએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ રમણભાઈ મહેતા તથા જાણીતા કલાકાર મનોજભાઈ રાજા તથા ગઝલકાર કાયમઅલી હજારી દ્વારા કરવામાં આવ્યું હતું.