લેસર શો, લાઇટિંગ ડાન્સ ફ્લોર અને લેડી બાઉન્સરની ચાંપતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વેલકમ ૨૦૧૯ પાર્ટી નાઈટ્સ મોરબી : વિતી રહેલા વર્ષ ૨૦૧૮ને વિદાય આપી આવી રહેલા વર્ષ ૨૦૧૯ને ધમાકેદાર આવકાર આપવા મોરબીના આંગણે આગામી ૩૧ ડિસેમ્બરના રોજ રાજકોટ - મોરબી હાઇવે ઉપર ડ્રિમલેન્ડ ફર્નવર્લ્ડ ખાતે લાસ્ટ બીગેસ્ટ પાર્ટી ઓફ ધ ઈયર ૨૦૧૮ અને સુપર - ડુપર વેલકમ ૨૦૧૯ પાર્ટી નાઈટ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન્યુયોર્ક થીમ આધારે ગુજરાતમાં પ્રથમ એવું ન્યુઈયર આયોજન કરાયું છે. ધમાકેદાર લાઈવ ડીજે કોન્સર્ટનો પ્રોમો જોવા નીચેની વિડિઓ લિંક પર ક્લીક કરો https://youtu.be/pbAFkLzYPx0 મોરબી - રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક આવેલ વિશાળ ડ્રિમલેન્ડ ફર્નવર્લ્ડમાં વિરલ આયોજન ઇવેન્ટ્સ એન્ડ પી.આર ના વિરલ પુરોહિત અને પી.જી.સ્ટારડમના પૂનમ ગજ્જર દ્વારા આગામી તા.૩૧ ડિસેમ્બરના રોજ લાસ્ટ બીગેસ્ટ પાર્ટી ઓફ ધ ઈયર ૨૦૧૮ અને સુપર - ડુપર વેલકમ ૨૦૧૯ પાર્ટી નાઈટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડી.જે. કપિલ જરા હટકે અંદાજમાં ન્યુયોર્ક થીમ બેઇઝ લાઈવ કોન્સર્ટનો જલસો કરાવશે. મોરબી જ નહીં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત યોજનાર ન્યુ ઈયર જલસા અંગે પી.જી.સ્ટારડમના પૂનમ ગજ્જરે જણાવ્યું હતું કે સંપૂર્ણ ફેમિલિયર માહોલમાં લાસ્ટ બીગેસ્ટ પાર્ટી ૨૦૧૮ અને વેલકમ ૨૦૧૯ના આયોજનમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ કાળજી રાખવામાં આવી છે, કપલ અને ફેમિલી માટેના આ આયોજનમાં બેચલર્સ માટે અલગ વ્યવસ્થા ગોઠવામાં આવી છે જેથી મહિલાઓને કોઈ અવ્યવસ્થાનો સામનો કરવો ન પડે ઉપરાંત સમગ્ર આયોજનમાં સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી મિતેષ ભટ્ટની 1000 આઇસ સિક્યુરિટીને સોંપવામાં આવી છે અને લેડી બાઉન્સર પણ વિશેષ તૈનાત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. વધુમા આયોજન અંગે પૂનમ ગજ્જરે જણાવ્યું હતું કે અન્ય આયોજનથી તદ્દન અલગ એવા આ આયોજનમાં બૉલીવુડ સેલિબ્રિટી એન્કર મોરબીયન્સનું મનોરંજન કરશે અને લાઈવ રેપ, જગલર, બીટ બોક્સિંગ, અમેરિકન વોકલ પૉપ, ઢોલ એન્ડ ડ્રમ સ્પેશિયલ પર્ફોમન્સની સાથે - સાથે ૬૦ × ૬૦ ના વિશાળ લાઇટિંગ ડાન્સફ્લોર ઉપર મોરબીયન્સને હાઇફાઈ સાઉન્ડના તાલે ઝુમવાનો મોકો મળશે ઉપરાંત ગેમઝોન, સેલ્ફીઝોન અને કિડ્સ ઝોનની મજા તો ખરી જ ! ડ્રિમલેન્ડ ફર્નવર્લ્ડ ખાતે યોજાનાર આ ન્યુઈયર પાર્ટીમાં મોરબીયન્સ માટે સ્વાદિષ્ટ ભોજનનો ખજાનો પણ રાખવામાં આવ્યો છે જેમાં કાઠિયાવાડી, ચાઈનીઝ અને પંજાબી ફૂડની સાથે કોન્ટીનેટલ ફૂડ અને એ પણ ક્વોલિટી કેટરર્સ દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. મોરબીમાં યોજાનાર આ ધમાકેદાર આયોજનમાં સૌથી અગત્યની બાબત એ છે કે અહીં માદક પદાર્થના સેવન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અને અને માદક પદાર્થ સેવન કરી આવનાર કોઈપણ વ્યક્તિને એન્ટ્રી આપવમાં નહિ આવે અને બાઉન્સર તેમજ લેડીઝ બાઉન્સર ટાઇટ સિક્યુરિટી સાથે બારીકાઈ ભર્યું નિરીક્ષણ કરનાર હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું. વેલકમ ૨૦૧૯ ઇવેન્ટના આયોજનમાં સમ્રાટ જવેલર્સ, સંતોષ સિલેક્શન, ફિઝિઓફિટ, સ્પાઈસી સ્પૂન રેસ્ટોરન્ટ, ચોકસી બ્રધર્સ, આઇકોન પબ્લિસિટી, ભવાની જ્યુસ આશાપુરા સ્ટીકર્સ, ઓમ સાઈ દાંડિયા કલાસીસ અને ફોનહાઉસનો સહયોગ પ્રાપ્ત થયો છે અને ડ્રિમલેન્ડ ફર્નવર્લ્ડ રિસોર્ટના ઓનર ત્રિભોવનભાઈ પટેલ અને હાર્દિક પટેલ દ્વારા પણ વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોરબીના આંગણે પ્રથમ વખત જ યોજાઈ રહેલ ન્યુયોર્ક થીમ આધારિત આ ઇવેન્ટના કપલ, લેડીઝ, ફેમિલી અને કિડ્સ પાસિસ મોરબીના તમામ અગ્રગણ્ય શોરૂમ ઉપર ઉપલબ્ધ છે, વધુ વિગતો માટે મો.9825076296 અથવા 8858800200 ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યું છે.