મોરબી : શહેરમાં પાણીના વેડફાટની વધુ એક ઘટના સામે આવી છે. લીલાપર રોડ પર આવેલા સ્મશાન સામેના આલાપ પાર્ક વિસ્તારમાં પ્રેસરવાળા વાલ્વમાંથી ફુવારા છૂટી પાણી રસ્તા પર વહી રહ્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે.આ અંગે જાગૃત નાગરિક કપિલભાઈ દ્વારા જણાવાયું છે કે મોરબીના લીલાપર રોડ પર સ્મશાન સામે આવેલ આલાપ પાર્કમાં ગઈકાલે રાત્રિના સમયે પાણીની લાઇનમાં આવેલા પ્રેસરવાળા વાલમાંથી અચાનક પાણીના ફુવારા છૂટ્યા હતા. વાલમાંથી પાણીનો ફોર્સ એટલો બધો હતો કે આસપાસના રસ્તાઓ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી અને પાણીનો ભયંકર વેડફાટ થયો હતો. એક તરફ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ આવી રીતે બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક આ વાલ્વનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WaterWastage #AlapPark #LilaparRoad #AwareCitizen #GujaratNews