મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ સામે આવેલ એન.ટી.પાનની દુકાન પાસેથી રવાપર રોડ ઉપર બોનીપાર્કમાં રહેતા શિવલાલભાઈ નારણભાઇ દેત્રોજા નામના 70 વર્ષના વૃદ્ધને વરલી મટકાનો જુગાર રમાડતા રંગે હાથ ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય, બોલપેન તેમજ રોકડા રૂપિયા 10,500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.