ભાજપ દ્વારા આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા મતદારોમાં રોષ મોરબી : ભાજપનો ગઢ ગણાતા મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-5 માં ભાજપના સક્રિય કાર્યકર એવા ગોપાલભાઈ રાતડીયાને ટિકિટ ન મળતા અપક્ષ મેદાને ઉતર્યા છે અને પોતાના નિશાન પ્રેસર કૂકરના ગુણધર્મ મુજબ હાલમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો ઉપર પ્રેસર ઉભું કરી રીતસર સીટી પડાવી રહ્યા છે. બીજી તરફ આ વખતે ભાજપે અહીં આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની સાથે ખવાસ રજપૂત સમાજને અન્યાય કરતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર-5માં પ્રેસ કુકર મેદાન મારી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મોરબી શહેરના ગ્રીનચોકથી લઈ દરબાર ગઢ, નાની બજાર, પારેખ શેરી, ખત્રીવાડ,ઘંટીયા પા, બુઢાબાવાની શેરી, શક્તિચોક, નાની બજાર સહિતના વિસ્તારો જેમાં સમાવિષ્ઠ છે તેવો વોર્ડ નંબર-5નો વેપારી વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ આ વખતે ભાજપ દ્વારા અહીં આયાતી ઉમેદવારને ટિકિટ આપતા લોકોએ આયાતી ઉમેદવારને જાકારો આપતા બેનર લગાવી ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં ખવાસ રજપૂત સમાજના મત પણ મોટી સંખ્યામાં હોવા ઉપરાંત છેલ્લા 20 વર્ષથી આ મતદારો ભાજપની સાથે રહેવા છતાં ખવાસ રજપૂત સમાજને ટિકિટ ન અપાતા લોકો નારાજ થયા છે. દરમિયાન વોર્ડ નંબર-5 માં સતત દોડતા રહેતા જાગૃત સમાજસેવક અને ભાજપના સક્રિય કાર્યકર ગોપાલભાઈ દેવાભાઇ રાતડીયાને પણ ભાજપે હાંસિયામાં ધકેલી દઈ ટિકિટ ન આપતા તેમનો વિશાળ ટેકેદારવર્ગ નારાજ થયો છે અને દેવભાઈને પ્રેસર કૂકરના નિશાન સાથે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી આ વિસ્તારના પ્રશ્નો ઉકેલવા જંગી બહુમતીથી જીતાડવા મતદારો સ્વયંભું કોલ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર-5માં બ્રહ્મસમાજના 1800, સોની સમાજના 1200, ખવાસ રજપૂત સમાજના 1200, વણિક સમાજના 800 અને ભરવાડ-માલધારી સમાજ તેમજ અન્ય સમાજના નિર્ણાયક મત રહેલા છે ત્યારે અપક્ષ મેદાને ઉતરેલા ગોપાલભાઈ રાતડીયાને તમામ સમાજનો જોશભર ટેકો મળી રહ્યો છે. સહતે સાથે આ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા ખવાસ રજપૂત સમાજના પાયલબેન રાજેશભાઈ પઢિયારને ટિકિટ આપવામાં આવતા આ બંને સ્થાનિક ઉમેદવારોનું જોર હાલ તો ભાજપને ભારે પડી રહ્યાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.