વાંધા-સૂચનો રજૂ કરવા માટે નાગરિકોને અપાયો સમય; મોરબી-વાંકાનેર વિસ્તારના વિકાસ માટે બ્લૂ-પ્રિન્ટ તૈયારમોરબી અપડેટ : મોરબી અને વાંકાનેર વિસ્તારના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (MWUDA) દ્વારા મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 હેઠળ સત્તામંડળ દ્વારા મુસદારૂપ વિકાસ યોજના-2047 (Draft Development Plan-2047) તૈયાર કરી સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે સમગ્ર સત્તામંડળ વિસ્તારમાં જમીન અને બાંધકામ પર લાગુ થનારા સૂચિત ડેવલોપમેન્ટ ચાર્જ (વિકાસ ચાર્જ)ના દરો પણ જાહેર કરવામાં આવ્યા છે.મહાપાલિકાની રચના બાદ સત્તામંડળની પુનઃરચના થઈ હતીરાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 01 જાન્યુઆરી, 2025ના રોજ મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી હતી. જેમાં આસપાસની 9 ગ્રામ પંચાયતો જેવી કે શક્ત શનાળા, રવાપર, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) તથા માધાપર/વજેપર (ઓ.જી.)નો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ 23 જૂન, 2025ના જાહેરનામાથી મહાપાલિકા વિસ્તાર, વાંકાનેર નગરપાલિકા અને રેવન્યુ વિસ્તારોને જોડીને મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની પુનઃરચના કરવામાં આવી હતી.મુસદારૂપ વિકાસ યોજના-2047: વાંધા-સૂચનો માટે 2 મહિનાની મુદતસત્તામંડળની 19 ઓગસ્ટ, 2026ના રોજ મળેલી ચોથી બોર્ડ બેઠકના ઠરાવ નં. 2 હેઠળ રાજ્ય સરકારને ડેવલપમેન્ટ પ્લાનનો મુસદ્દો સાદર કરવામાં આવ્યો છે.● યોજના અહેવાલ: તેમાં હયાત પરિસ્થિતિ, સર્વે અને એનાલિસિસ (Part-1) તેમજ સૂચિત જમીન વપરાશ, રહેણાંક, ઔદ્યોગિક, વાણિજ્યિક, રિક્રીએશનલ ઝોન અને CGDCRની જોગવાઈઓ (Part-2) સામેલ છે.● પ્લાન ક્યાં જોઈ શકાશે: આ ડ્રાફ્ટ ડી.પી.ની નકલ MWUDA કચેરી, મોરબી મહાનગરપાલિકા કચેરી, વાંકાનેર નગરપાલિકા કચેરી તથા સંબંધિત ગ્રામ પંચાયતોના નોટિસ બોર્ડ પર જાહેર જનતાના અવલોકન માટે મૂકવામાં આવી છે.● વાંધા-સૂચનો: ગેઝેટ પ્રસિદ્ધિની તારીખથી 2 મહિનાની અંદર કોઈપણ વ્યક્તિ લેખિતમાં 4 નકલમાં આધાર-પુરાવા સાથે પોતાના વાંધા કે સૂચનો રજૂ કરી શકશે.સૂચિત ડેવલોપમેન્ટ ચાર્જના દર (પ્રતિ ચોરસ મીટર)મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિવિધ હેતુઓ માટે વિકાસ ચાર્જના સૂચિત દરો નીચે મુજબ નિયત કરવામાં આવ્યા છે:1. રહેણાંક હેતુ (Residential):● જમીન માટે: રૂ. 25 પ્રતિ ચો.મી.● બાંધકામ માટે: રૂ. 50 પ્રતિ ચો.મી.2. વાણિજ્ય હેતુ (Commercial):● જમીન માટે: રૂ. 40 પ્રતિ ચો.મી.● બાંધકામ માટે: રૂ. 80 પ્રતિ ચો.મી.3. ઔદ્યોગિક હેતુ (Industrial):● જમીન માટે: રૂ. 40 પ્રતિ ચો.મી.● બાંધકામ માટે: રૂ. 80 પ્રતિ ચો.મી.4. અન્ય હેતુ (Other Purposes):● જમીન માટે: રૂ. 40 પ્રતિ ચો.મી.● બાંધકામ માટે: રૂ. 80 પ્રતિ ચો.મી.વિકાસ ચાર્જના સૂચિત દરો સામે વાંધા કે સૂચનો રજૂ કરવા માટે 3 મહિનાની મુદત આપવામાં આવી છે.વાંધા-સૂચનો મોકલવાનું સરનામુંમુખ્ય કારોબારી અધિકારી, મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (સંજયકુમાર સોની) દ્વારા જણાવ્યા અનુસાર રસ ધરાવતા નાગરિકોએ પોતાના વાંધા-સૂચનો નીચેના સરનામે લેખિતમાં મોકલી આપવાના રહેશે:મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની કચેરી, C/O મોરબી મહાનગરપાલિકાની કચેરી (ઈસ્ટ ઝોન), રેલવે સ્ટેશન રોડ, મોરબી - 363641.#Morbi #Wankaner #MWUDA #MorbiUpdate #MorbiNews #DevelopmentPlan2047 #UrbanDevelopment #GujaratNews