મુખ્યમાર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : રાત્રે 10 પછી કામ સિવાય નિકળનાર સામે કાર્યવાહી મોરબી : મોરબી અને વાંકાનેરમાં આજથી રાત્રી કરફ્યુનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે રાત્રે ધમધમતા મુખ્યમાર્ગો આજે રાત્રી કરફ્યુના કારણે સુમસામ બની ગયા છે. આજે બન્ને શહેરોમાં પોલીસ દ્વારા જાહેરનામાંનો અમલ કરાવવા 300 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોરબી જિલ્લામા કોરોના વકર્યો હોવાથી સંક્રમણને કાબુમાં લેવા રાજ્ય સરકાર દ્વારા આજથી મોરબી અને વાંકાનેરમાં રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મોરબી અને વાંકાનેરમાં આજથી રાત્રી કર્ફયુના કડક અમલ પોલીસ ફરી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને ફરીથી રાત્રી કર્ફયુની કડક અમલવારી માટે પોલીસે એકડો ઘૂંટયો છે. જેમાં વાંકાનેર શહેર માટે રાત્રી કર્ફયુના અમલ માટે 125નો પોલીસ સ્ટાફ અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ખડેપગે રહ્યો છે. આ ઉપરાંત એસપી તેમજ ત્રણ ડીવાયએસપી પણ પેટ્રોલીગ કરવાના છે. આથી પોલીસ અપીલ કરી છે કે, મોરબી અને વાંકાનેર શહેરના લોકોને રાત્રે 10 પછી કામ અગત્યના સિવાય બહાર ન નીકળવું અને જો રાત્રે 10 પછી કામ સિવાય કોઈ આંટાફેરા કરતા દેખાશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે. મોરબી શહેરમાં રાત્રી કર્ફયુની ચુસ્ત અમલવારી માટે ત્રાજપર ચોકડી, માળીયા ફાટક પાસે ઉમિયા સર્કલ, રવપાર ચોકડી અને શનાળા ગામ, વીસી ફાટક પાસે, કુબેર સિનેમા પાસે બેરીકેટેડ ગોઠવવામાં આવ્યા છે. આ સ્થળેથી નિકળનાર લોકોને અટકાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મોરબી વાંકાનેર