મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાએ મેદાનમાં ઉતારવામાં ભારે વાર લગાડી હતી. પરંતુ આજે અંતે મેઘાએ ધમાકેદાર ઇનિંગ ખેલી માત્ર દોઢ કલાકમાં ટી ટેવન્ટી વરસાદ સાથે બે ઇંચ પાણી વરસાવ્યું હતું. મોરબી અને વાંકાનેરમાં મેઘાની ટી ટેવન્ટી ઇનિંગથી આ મૌસમમાં પ્રથમવાર રાજમાર્ગો જળમાર્ગો બન્યા હતા. સારા વરસાદની ખુશીની વચ્ચે જોરદાર વરસાદના પગલે મોરબીના શનાળા રોડ સહિતના તમામ રાજમાર્ગો અને વાંકાનેરમાં નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. વાકાનેરની તસ્વીરો : હરદેવસિંહ ઝાલા [gallery size='full' td_select_gallery_slide='slide' ids='26841,26842,26843,26844,26845,26846,26847,26848,26849,26850,26851,26852,26853,26854,26855,26856,26857']