વૃદ્ધાશ્રમના વડીલોને મેળાનો આનંદ કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ક્રિષ્ના ઉત્સવ મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃદ્ધાશ્રમના વડીલોને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યોએ વડિલોને મેળાની શેર કરાવીને આનંદ કરાવ્યો હતો. મોરબીની જાણીતા સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો જાહેર મેળો છે જેમાં લોકો માટે એન્ટ્રી વિનામૂલ્યે રાખવામાં આવી છે. આગામી તા. ૯ સુધી ચાલનારા આ મેળામા દરરોજ નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. નગરજનોના પ્રિય એવા ક્રિષ્ના ઉત્સવ મેળામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષે વૃદ્ધાશ્રમના વડીલોને લઈ જવામાં આવે છે. તે રીતે આ વખતે પણ યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ વડીલોને મેળાની શેર કરાવીને જલસા કરાવ્યા હતા. સામે વડીલોએ પણ પોતાના દુઃખ દર્દ ભૂલીને મેળામાં ખૂબ આનંદ માણ્યો હતો.