વાવડી રોડ પર મનીષ વિદ્યાલયમાં મતદાનની ફરજ નિભાવી મોરબી : મોરબી પાલિકાની પેટાચૂંટણીમાં આજે વોર્ડ નંબર - ૧ માં પુષ્પાબેન નામના ૬૫ વર્ષીય વૃધ્ધાએ બન્ને પગના ગોળા ભાંગી ગયા હોવા છતા અડીખમ બની મતદાન કર્યું હતું. મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પુષ્પાબેન ધીરુભાઈ બારોટ નામના ૬૫ વર્ષના જાગૃત મતદારે પોતાના બન્ને પગના ગોળા ભાંગી ગયા હોવાથી ચાલવું પણ મુશ્કેલ હોય તેવી વિકટ પરિસ્થિતિમાં રિક્ષામાં બેસીને મતદાન મથક પહોંચ્યા હતા અને તેમના સ્નેહીજનોએ તેડીને મતદાન કરાવ્યું હતું. જાગૃત મતદાર પુષ્પાબેન બારોટે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે મતદાન કરવું આપણી પ્રથમ ફરજ છે, મતદાન તો કરવું જ જોઈએ તેમ કહી તેઓએ અત્યાર સુધીમાં યોજાયેલ તમામ ચૂંટણીમાં મતદાનની પવિત્ર ફરજ નિભાવી હોવાનું જણાવ્યું હતું. https://youtu.be/YzHvGnbSu7E