મોરબી : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહનભાઇ કુંડરિયા આજે સવારે પોતના મતદાન બુથ મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલયમાં પોતાના મતદાન બુથ કેન્દ્રમાં મતદાન કરવા ગયા હતા જ્યાં તેઓએ મતદાન કર્યું હતું. જોકે એમણે પહેલા જમણા હાથની આંગળી પર મતદાન કરવા માટે શાહીનું નિશાન કરાવ્યું હતું. પરંતુ બાદમાં પ્રિસાયડિંગ ઓફિસરનું ધ્યાન જતા તેમણે મોહનભાઇના ડાબા હાથની આંગળી પર પણ મતદાન માટે શાહીનું નિશાન કર્યું હતું આમ તેમના બન્ને હાથની આંગળીઓ પર મતદાનનું નિશાન થઈ ગયું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news