મોરબી : મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નિવૃત થયેલ આર્મીમેન કલ્પેશભાઈ આહીરનું છત્રપતિ શિવાજી સર્કલ પાસે ફુલહાર કરી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમયે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અધિકારી ભાઈઓ હાજર રહ્યા હતા. મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આર્મીમેન કલ્પેશભાઈ આહીર આર્મીમાંથી ૧૭ વર્ષ બાદ રિટાયર્ડ થઈને તેમના માદરે વતન પરત ફરતા હોય અહીંના છત્રપતિ શિવાજી સર્કલે છત્રપતિ શિવાજીના ફૂલહાર કરીને કલ્પેશભાઈ આહીરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કલ્પેશભાઈ આહીરે છત્રપતિ શિવાજી મહારાજને ફુલહાર કરીને વધાવ્યા હતા. જેમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ભાઈઓ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..