મોરબી : પ્રાપ્ત વિગત મુજબ મોરબી રાજકોટ હાઇવે પર આવેલા વિરપર ગામ પાસે ક્રુઝર અને કાર વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માત માં કાર માં સવાર મોરબી સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડેડ ડો. દુધરેજીયા અને તેમના ડ્રાઈવર હતા જે રાજકોટ થી મોરબી આવી રહ્યા હતા તે દરમ્યાન સામે થી પુરપાટ આવતી ક્રુઝરે તેમને હડફેટે લેતા ડો. દુધરેજીયા અને તેમના ડ્રાઈવર ને ઇજા થતા સારવાર અર્થે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા.અકસ્માત ના પગલે બને બાજુ ટ્રાફિકજામ સર્જાયો હતો [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11724,11725,11726']