Morbi : મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બસના અનિયમિત સમયના કારણે વિધાર્થીઓનો પડતી અગવડતાને ધ્યાનમા લઈ નવા બસ સ્ટેન્ડ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.મોરબી ખાતે એસ.ટી બસના અનિયમિત સમયને કારણે વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે મોરબી - રાસંગપર રૂટ પર ચાલતી બસની અનિયમીતતા ને કારણે વિધાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકતા નથી ઉપરાંત આ રૂટ પર 100 કરતાં પણ વધુ વિદ્યાર્થી હોવા છતાં ફક્ત એક જ બસની સુવિધા એસ.ટી ડેપો દ્વારા પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વાર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ડેપો ABVPની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ નવા બસ સ્ટેન્ડ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. જેથી એસ.ટીના કર્મચારીઓ દ્વારા બસના સમયને નિયમિત કરવાની અને આ રૂટ પર બીજી બસની સુવિધા પુરી પાડવાની બાહેંધરી આપવામાં આવી હતી.