મોરબી : પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વિનય વિધા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુસર આવતીકાલે બુધવારે એક જબરદસ્ત મેગા ફૂડફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ફૂડ કોમ્પિટિશનમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.અને જાતે જ ઉતમકક્ષાની વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ રસોઈ બનાવી લોકો સમક્ષ રજૂ કરશે. વધુમાં આ તકે મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ટિમ તથા વાલીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે આ ફૂડ કોમ્પિટિશનને સફળ બનાવવા વિનય વિધા સ્કૂલની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી રહી છે.