મધ્યાન ભોજન કર્મચારી સંઘ દ્વારા વિદાય સમારંભ યોજાયોમોરબી : મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાની બદલી થતાં મોરબી ભાજપના અરવિંદભાઈ વાંસદડીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ, જિલ્લા પંચાયતના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જુદા-જુદા ગામના સરપંચો, આગેવાનો અને જુદી-જુદી સંસ્થા સાથે જોડાયેલા લોકોએ નિખિલ મહેતાને શુભેચ્છા પાઠવી હતી અને મોરબીમાં અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી બદલ તેઓને બિરદાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત મધ્યાન ભોજન કર્મચારી સંઘ દ્વારા મોરબી દ્વારા મામલતદાર નિખિલ મહેતાની બદલી થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં મોરબી તાલુકાના સંચાલકો તેમજ મોરબી તાલુકા કર્મચારી સંઘના પ્રમુખ બળવંતભાઈ સનાળીયા તેમજ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ ડી. ઉઠવાડિયા તેમજ મહામંત્રી ચંદ્રકાંતભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફૂલહાર, પડો અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ સાથે મધ્યાન ભોજન શાખાના કર્મચારી ખાખરીયા સાહેબે હાર પહેરાવી નિખિલ મહેતાનું સન્માન કરી પ્રસંગને અનુરુપ પ્રવચન અપાયું હતું. નવી મધ્યાન ભોજન શાખાના નાયબ મામલતદાર બુસા સાહેબ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.