સવારે 7:30 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વીજપુરવઠો નહિ મળે મોરબી : જેટકો દ્વારા મોરબીના વિસ્તારમાં અગત્યની મરામત કામગીરીને કારણે તા.18ને ગુરુવારના રોજ મકનસર, તા. 24ને બુધવારના રોજ પંચાસર અને રાતવીરડા, તેમજ તા.25ને ગુરુવારના રોજ દલડીમાં સવારના 7:30થી બપોરના 4 દરમિયાન વિજકાપ જાહેર કરવામાં આવ્યો છે. મોરબી વિજતંત્ર દ્વારા અલગ-અલગ સબ સ્ટેશનોમાં વીજ લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી વીજ પુરવઠો નહીં મળી શકે. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.