પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક કામ માટેના કોન્ટ્રાકટ કામમાં મજૂરી કરતી વેળાએ કોન્ટ્રાક્ટર હાજર ન હોય ત્યારે વાયરની ચોરી કરતા હોવાની કબૂલાત મોરબી : મોરબીમાં પીજીવીસીએલના વીજ વાયર ચોરી કરનાર ૬ શખ્સોની ગેંગને એલસીબીએ દબોચી લીધી છે. આ ગેંગ પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક કામ માટેના કોન્ટ્રાકટ કામમાં મજૂરી કરતી વેળાએ કોન્ટ્રાક્ટર હાજર ન હોય ત્યારે વાયરની ચોરી કરી લેતી હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે ૩૧ હજારની કિંમતના વીજ વાયરની ચોરી થઈ હતી. ત્યારે એલસીબીએ આ ચોરીનો ભેદ ઉકેલીને વાયર ચોરી કરનાર ગોપાલસિંગ સવઇસિંગ રાવત, ગોકુલસિંગ દૂધસિંગ રાવત, શ્રવણસિંગ લક્ષ્મણસિંગ રાવત, લક્ષ્મણસિંગ મિટુસિંગ રાજપૂત, મુકેશસિંગ મેરસિંગ રાવત અને જગદીશ બાકેલાલ શર્માને પકડી પાડ્યા છે. આરોપીઓ પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક કામના કોન્ટ્રાક્ટમાં મજૂરી કરતી વેળાએ કોન્ટ્રાકટર હાજર ન હોય ત્યારે વાયરની ચોરી કરી લેતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. એલસીબીએ આરોપી પાસેથી વાયર અને આઇસર ટેમ્પો મળી કુલ રૂ.૪.૩૪ લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.